તેલ અવીવઃ મંગળવારે ગાઝા યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયાં, જે 7 ઓક્ટોબર, 2023એ હમાસના હુમલાથી શરૂ થયું હતું. સતત બોમ્બમારો અને નાકાબંધીને કારણે ગાઝા પટ્ટીની સ્થિતિ કાટમાળના ઢગલા જેવી બની ગઈ છે. યુએન સેટેલાઇટ રિપોર્ટ્સ અનુસાર 80 ટકા ઇમારતોને નુકસાન થયું છે. 90 ટકા શાળાઓ ખંડેર બની ગઈ છે અને 98.5 ટકા ખેતીની જમીન બરબાદ થઈ ગઈ છે. લાખો લોકો હવે તંબુઓમાં રહી રહ્યા છે, જ્યાં પાણી, વીજળી કે તબીબી સંભાળ નથી.
આ જીત છે, સ્વીકાર કરોઃ ટ્રમ્પ
ગાઝા યુદ્ધનો અંત લાવવા ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ વાટાઘાટો થઈ છે. આ વાટાઘાટો ડોનાલ્ડ ટ્રમ્પની 20 મુદ્દાની યોજના પર આધારિત છે, જેમાં 20 ઈઝરાયલી બંધકોના બદલામાં 1,950 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો પ્રસ્તાવ છે. ટ્રમ્પ નેતન્યાહૂને કહ્યું કે, આ એક વિજય છે, તેને સ્વીકારો.’
હમાસનો ઈનકાર
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમનો દેશ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ સમાપ્ત કરવાના પ્લાનના પ્રથમ તબક્કાને અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યો છે. શનિવારે વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે, ઇઝરાયલ ટ્રમ્પના સિદ્ધાંતો અનુસાર સંપૂર્ણ સહયોગ સાથે આ યોજનાનો અમલ કરશે. હમાસે જણાવ્યું હતું કે તે બાકીના બંધકોને મુક્ત કરવા અને અન્ય પેલેસ્ટિનિયનોને સોંપવા માટે તૈયાર છે. જો કે, હમાસ તેના શસ્ત્રો મૂકવા તૈયાર નથી.
વિદેશી દળોની હાજરી અસ્વીકાર્ય
હમાસ ગાઝાનું સંચાલન કરતી સ્વતંત્ર સંસ્થાને શસ્ત્રો સોંપવા માટે તૈયાર છે. હમાસના નેતા ઓસામા હમદાને કહ્યું કે, વિદેશી વહીવટ અને દળોની હાજરી અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે, ગાઝામાં અત્યાર સુધી 67 હજાર
લોકોનાં મોત થયાં છે, જ્યારે 4 લાખ શહેર છોડી ચૂક્યા છે

